Skip to main content
Settings Settings for Dark

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

Live TV

X
  • ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ મામલે હાર્દિકને પાછળ છોડી દીધો છે.

    બુમરાહે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતે આ મેચ છ રને જીતી હતી.

    બુમરાહે મેચમાં 3.50ના ઇકોનોમી રેટથી ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. બુમરાહે કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદની વિકેટ લીધી હતી.

    બુમરાહે, 64 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 18.67ની એવરેજ અને 6.44ના ઈકોનોમી રેટથી 79 વિકેટ લીધી છે. જેમાં શ્રેષ્ઠ આંકડા 3/11 છે. હાર્દિકે 94 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4/16ના શ્રેષ્ઠ આંકડા સાથે 78 વિકેટ લીધી છે.

    ટી-20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિન અનુભવી યુઝવેન્દ્ર ચહલ છે. જેણે 80 મેચમાં 25.09ની એવરેજ અને 6/25ના શ્રેષ્ઠ આંકડા સાથે 8.19ના ઈકોનોમી રેટથી 96 વિકેટ લીધી છે. બીજા સ્થાને ભારતના સ્વિંગ નિષ્ણાત ભુવનેશ્વર કુમાર છે. જેણે 87 મેચમાં 23.10ની એવરેજ અને 6.96ના ઈકોનોમી રેટથી 90 વિકેટ લીધી છે અને તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/4 રહ્યું છે.

    ન્યુઝીલેન્ડનો અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી ટી--20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 123 મેચમાં 23.15ની એવરેજ અને 8.13ની ઇકોનોમી રેટથી 157 વિકેટ લીધી છે. જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/13 રહ્યું છે.

    મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને, ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, આ મુશ્કેલ સપાટી પર ભારતીય બેટ્સમેનો સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા અને સ્ટાર ઓપનર વિરાટ કોહલી (4) અને રોહિત શર્મા (13) મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રિષભ પંત (31 બોલમાં 42 રન, છ ચોગ્ગા) અલગ પિચ પર રમી રહ્યો હતો અને તેણે અક્ષર પટેલ (18 બોલમાં 20 રન, બે ચોગ્ગા અને એક છગ્ગા) અને સૂર્યકુમાર યાદવ (આઠ બોલમાં સાત રન, એક છગ્ગા)ની સાથે ઉપયોગી ભાગીદારી કરી. જોકે, આવી મુશ્કેલ પીચ પર રન બનાવવાના દબાણમાં લોઅર મિડલ ઓર્ડર પડી ભાંગ્યો અને ભારત 19 ઓવરમાં માત્ર 119 રન જ બનાવી શક્યું.

    પાકિસ્તાન તરફથી હરિસ રઉફ અને નસીમ શાહે 3-3, મોહમ્મદ આમીરે બે અને શાહીન શાહ આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.

    પાકિસ્તાને રન-ચેઝમાં વધુ સંતુલિત અભિગમ અપનાવ્યો અને મોહમ્મદ રિઝવાન (44 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન) એક છેડો પકડી રાખ્યો. જોકે, બુમરાહ (3/14) અને હાર્દિક પંડ્યા (2/24) એ પણ, કેપ્ટન બાબર આઝમ (13), ફખર ઝમાન (13), શાદાબ ખાન (4), ઇફ્તિખાર અહેમદ (5)ની મહત્વની વિકેટો મેળવી, પાકિસ્તાન પર દબાણ ચાલુ રાખ્યુ. અંતિમ ઓવરમાં 18 રનની જરૂર હતી ત્યારે, નસીમ શાહ (10*) પાકિસ્તાનની જીતને સીલ કરવા માંગતા હતા. જો કે, અર્શદીપ સિંહ (1/31) એ સુનિશ્ચિત કર્યું કે, પાકિસ્તાન છ રનથી પાછળ રહી જાય. બુમરાહે તેના મેચ વિનિંગ સ્પેલ માટે, 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply