બર્થ ડે સ્પેશિયલ: ક્રિકેટ જગતમાં આ રેકોર્ડ પોતાના નામે કરીને ઈતિહાસ રચી ચુક્યા છે અનિલ કુંબલે
Live TV
-
અનિલ કુંબલેનો આજે જન્મ દિવસ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચુકેલા લેગ સ્પિનર અનિલ કુંબલે આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો
અનિલ કુંબલેનો જન્મ 17 ઓક્ટોબર 1970માં બેંગ્લોરમાં થયો હતો. તેમણે 132 ટેસ્ટ મેચોમાં 29.65 ટકાની સરેરાશ 619 વિકેટ અને વન ડેમાં 30.9 ટકાની સરેરાશથી 337 વિકેટ મેળવી છે. અનિલ કુંબલેએ પોતાની બોલિંગથી મોટા મોટા બેટ્સમેનના હોશ ઉડાવી દીધા છે. અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો હતો.
26.3 ઓવરમાં નવ મેડન ઓવર ફેંકી
કુંબલેએ 26.3 ઓવરમાં નવ મેડન ઓવર ફેંકી હતી અને તેમાં 74 રન આપીને 10 વિકેટ લીધી હતી. દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં અનિલ કુંબલેએ આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 10 વિકેટ લેનાર દુનિયાના બીજા અને ભારતના પહેલા બોલર છે અનિલ કુંબલે.
