બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ વધાર્યો
Live TV
-
બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ, ટીમ ઈન્ડિયા (સિનિયર મેન) માટે કોન્ટ્રાક્ટ વધારવાની જાહેરાત કરી છે. દ્રવિડની સાથે ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ (વરિષ્ઠ પુરુષો) માટે પણ કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે.
આઈસીસી વર્લ્ડ કપ 2023 પછી મુખ્ય કોચનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ BCCIએ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ, BCCI સર્વસંમતિથી રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ વધારવા માટે સંમતી આપી છે.
રાહુલ દ્રવિડે પોતાની ખુશી વ્યક્ત કરતા શું કહ્યું?
મુખ્ય કોચ તરીકે એક્સટેન્શન મેળવ્યા પછી, રાહુલ દ્રવિડે કહ્યું, "હું BCCI અને પદાધિકારીઓનો મારામાં વિશ્વાસ રાખવા, મારા વિઝનને ટેકો આપવા અને આ સમયગાળા દરમિયાન સમર્થન આપવા બદલ આભાર માનું છું."
રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે, કોચિંગના કારણે મારે મારા પરિવારથી દૂર રહેવું પડે છે. હું મારા પરિવારના બલિદાન અને સમર્થનની ખૂબ પ્રશંસા કરું છું."