Skip to main content
Settings Settings for Dark

બેડમિંટનમાં ભારતની ઉન્નતિ હુડ્ડાએ ઈતિહાસ રચ્યો, અંડર–17 સિંગલ્સના ફાઈનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય

Live TV

X
  • ઉન્નતિએ થાઈલેન્ડના નોન્થાબુરીમાં જાપાનની મિઓન યોકાઉચીને 21-8, 21-17થી હરાવ્યું હતું.

    બેડમિંટનમાં ભારતની ઉન્નતિ હુડ્ડાએ ઈતિહાસ રચી દીધો છે. ઉન્નતિ હુડ્ડા બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશીપ 2022માં અંડર–17 સિંગલ્સના ફાઈનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. ઉન્નતિએ થાઈલેન્ડના નોન્થાબુરીમાં જાપાનની મિઓન યોકાઉચીને 21-8, 21-17થી હરાવ્યું હતું. સુવર્ણ ચંદ્રક માટે ઉન્નતિનો થાઈલેન્ડના સારુનરક વિતિદસરન સાથે મુકાબલો થશે. અંડર-15 સિંગલ્સ ખેલાડી અનીશ થોપ્પાની અને અંડર–17 મેન્સ ડબલ્સમાં અર્શ મોહમ્મદ અને સંસ્કાર સારસ્વતની જોડી પણ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ફાઈનલમાં આ જોડીનો મુકાબલો ચીની તાઈપેની લાઈ-પો-યૂ અને યિ-હાઓ-લિનની જોડી સામે થશે. અર્શ અને સંસ્કારની જોડીએ ચાઈનીઝ તાઈપેઈની ચી-રુઈ-ચીઉ અને શાઓ હુઆ ચીયુ સામે જોરદાર પ્રદર્શન કરીને 21-15, 21-19થી જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply