બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર માનસી જોશીએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ નવ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે.
રાજ્યના રાજકોટ નિવાસી માનસીબેન જોષીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. માનસી જોષીએ બીડબલ્યુએફ એટલે કે પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બની ગુજરાતનું નામ રોશન કરનાર માનશી જોષીને મુખ્યમંત્રીએ રાજ્યસરકાર વતી અભીનંદન પાઠવ્યા હતા..મહત્વનુ છે કે ગોલ્ડ જીત્યા પછી ગોલ્ડ જીત્યા પછી માનસીએ કહ્યું કે 'મારી આકરી મહેનત સફળ થઈ છે.' માનસી જોશીએ 2011માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.તેમ છતાં તેઓ હિંમત હાર્યાં નહોતાં અને પોતાની સફળતા માટે મહેનત કરતાં રહ્યાં.30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ નવ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે.
