બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે અવસાન
Live TV
-
ત્રણ વખત ફૂટબોલ વિશ્વ કપ જીતવાનો રેકોર્ડ બનાવનાર ફુટબોલની રમતના દંતકથા સમાન અને બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેમના એજન્ટ જો ફ્રેગા દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. ફૂટબોલના મહાન ખેલાડીઓમાંના એક ગણાતા પેલે 21 વર્ષની કારકિર્દીમાં એક હજાર 363 મેચોમાં એક હજાર 281 ગોલ કરવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે, જેમાં બ્રાઝિલ માટે 92 મેચોમાં 77 ગોલનો સમાવેશ થાય છે. વર્ષ 1958, 1962 અને 1970માં ત્રણ વખત વિશ્વ કપ જીત્યા બાદ પેલેને 2000માં ફિફાના પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
પેલે છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને તાજેતરમાં જ તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેલેની પુત્રી કેલી નેસિમેન્ટોએ હોસ્પિટલમાં પરિવાર સાથે પેલેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે "આજે અમે જે કંઈ પણ છીએ તે તમારા કારણે છે". અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
