ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેને કેલિફોર્નિયા, યુએસમાં ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ટેનિસ મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો
Live TV
-
ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેને કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇન્ડિયન વેલ્સ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. બોપન્ના અને એબ્ડેનની બિનક્રમાંકિત ટીમે ગ્રેટ બ્રિટનના ડચ ખેલાડીઓ વેસ્લી કુલહોફ અને નીલ સ્કુપ્સકીની ટોચની ક્રમાંકિત જોડીને 6-3, 2-6, 10-8થી હરાવ્યા હતા.
ગઈકાલે, બોપન્ના અને તેના પાર્ટનર એબ્ડેને અમેરિકી જેક સોક અને જ્હોન ઈસ્નરને 7-6, 7-6થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
