Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી T-20 મેચમાં ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું

Live TV

X
  • ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. સિરીઝની ચોથી મેચ 13 જુલાઈએ રમાશે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં બુધવારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટે 182 રન નોંધાવ્યા. 183 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ નોંધાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. ઝિમ્બાબ્વેની ટીમે 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ડીયોન માયર્સે 49 બોલમાં 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે ક્લાઈવ મદાંદે સાથે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરીને ટીમની જીતની આશાઓ વધારી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. ભારતીય ટીમ તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આવેશ ખાને 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે 50 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. ગિલે આ સિરીઝમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડે 49 રન  નોંધાવ્યા અને એક રનથી ફિફ્ટી ચૂકી ગયો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર અભિષેક શર્મા 10 રન નોંધાવી શક્યો હતો. યશસ્વી જયસ્વાલે 36 રન નોંધાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ અને બ્લેસિંગ મુઝરાબાનીને 2-2 વિકેટ ઝડપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply