ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામે ભવ્ય વિજય, પ્રથમ વન-ડે મેચમાં 4 વિકેટે હરાવ્યું
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામે ભવ્ય વિજય, પ્રથમ વન-ડે મેચમાં 4 વિકેટે હરાવ્યું
મહિલા ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને ત્રણ વન-ડે મેચની સીરિઝની પ્રથમ મેચમાં ચાર વિકેટે હરાવીને સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
સાઉધમ્પ્ટનમાં રમાઈ હતી મેચ
ગઈકાલે સાઉધમ્પ્ટનમાં રમાયેલી આ મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 258 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાએ શાનદાર બોલિંગ કરતાં બે-બે વિકેટ ઝડપી હતી.
ભારતે 10 બોલ બાકી રહેતાં જીત મેળવી
259 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં, ભારતીય ટીમે 10 બોલ બાકી રહેતા જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સીરિઝની બીજી મેચ શનિવારે લંડનના લોર્ડ્સ મેદાન પર રમાશે.
