ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવી શ્રેણી 3-0 થી જીતી
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવી શ્રેણી 3-0 થી જીતી લીધી છે. ગઈકાલે લોર્ડ્સમાં 170 રનના લક્ષ્યાંકના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 153 રન જ બનાવી શકી હતી. આ પહેલા ભારતીય ટીમ 46મી ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ 68 અને સ્મૃતિ મંધાનાએ 50 રન બનાવ્યા હતા.
રેણુકા સિંહે ચાર વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. 23 વર્ષ બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેની ધરતી પર હરાવીને ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વાનમીને ભવ્ય વિદાય આપી. ઝુલન ગોસ્વામીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હતી, જેણે 12 ટેસ્ટ, 205 વનડે અને 68 ટી-ટ્વેન્ટી મેચમાં કુલ 355 વિકેટ લીધી હતી.
