Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી

Live TV

X
  • દુબઈમાં રમાઈ રહેલી મહિલા ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારત પહોંચી ગયું છે. ગઈકાલે ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું હતું. 150 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ વીસ ઓવરમાં સાત વિકેટે માત્ર 109 રન જ બનાવી શક્યું હતું.

    શોર્ના અખ્તરે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ, નંદિની શર્માએ બે, જ્યારે શ્રી ચારણી અને પ્રેમા રાવતે એક-એક વિકેટ લીધી હતી. અગાઉ, બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે વીસ ઓવરમાં છ વિકેટે 149 રન બનાવ્યા હતા.

    શેફાલી વર્માએ 40 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. આજે બીજા સેમિફાઇનલમાં પાકિસ્તાન શ્રીલંકા સામે ટકરાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ફાઇનલ રવિવારે દુબઈમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply