ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું
Live TV
-
ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચોની T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને 47 બોલમાં સદી ફટકારી.
ભારતે આપેલા 203 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન એડન માર્કરામ માત્ર આઠ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટ્રિસ્ટન સ્ટબ્સે 11 રન, રેયાન રિક્લેટને 21 રન, હેનરિક ક્લાસને 25 રન, ડેવિડ મિલરે 18 રન અને અંતે માર્કો જેન્સને 12 રન બનાવ્યા હતા. મુલાકાતી ટીમ 17.5 ઓવરમાં 141 રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈને ત્રણ-ત્રણ સફળતા મળી. જ્યારે અવેશ ખાને બે અને અર્શદીપ સિંહે એક વિકેટ ઝડપી હતી.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી.