Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે આવતીકાલે આમને -સામને

Live TV

X
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે આમને -સામને આવશે. બંને ટીમો ચેમ્પિયન બનવા માટે તનતોડ મહેનત કરી રહી છે

     

    ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ માટે તૈયાર છે. આ મેચ આવતીકાલે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના છેલ્લા ગ્રુપ મેચમાં 9 માર્ચ રવિવારના રોજ દુબઈમાં આમને-સામને થશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી, તો આવતીકાલે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયા ફાઇનલ મેચ જીતીને પોતાના નામે ચેમ્પિયન્સ ટ્રોફી કરે છે કે નહીં. 

    ભારતીય ટીમનું ટુર્નામેન્ટમાં કેવું પ્રદર્શન રહ્યું ?

    ભારતે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલા ગ્રુપ મેચમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું હતું અને પછી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. તેને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. ફરી એકવાર ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થવા જઈ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી કમાલ કરી શકે છે.

    સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે મદદરૂપ રહેલી છે. અહીં નવો બોલ સરળતાથી બેટ પર આવે છે, પરંતુ સ્પિનરો વચ્ચેની ઓવરોમાં રન ફ્લોને રોકવામાં સફળ રહ્યા છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફ્લડલાઈટ હેઠળ પીછો કરવો મુશ્કેલ બની જાય છે કારણ કે પિચ બેટિંગ માટે ધીમી બની જાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply