ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટની જરૂર
Live TV
-
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટની જરૂર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ ટેસ્ટમેચની સીરીઝ પૈકીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને જીત માટે 107 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસના અંતે માત્ર ચાર બોલની રમત શક્ય બની હતી જ્યાં ન્યુઝીલેન્ડે ખાતુ ખોલાવ્યુ ન હતુ. વરસાદ અને ખરાબ પ્રકાશના પગલે રમત રોકવાની ફરજ પડી હતી. આ અગાઉ બીજી ઇનીંગમાં ભારતીય ટીમે ધમાકેદાર બેટીંગ કરી 462 રન બનાવી ન્યુઝીલેન્ડને 107 રનનુ લક્ષ્ય આપ્યુ છે. ભારત વતી સરફરાઝ ખાને 150 અને ઋષભ પંતે 99 રન બનાવ્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે હજુ પાંચમા દિવસની રમત શરુ થઇ નથી. આ મેચ જીતવા માટે ભારતને 10 વિકેટની જરુર છે.