ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ
Live TV
-
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની રોમાંચક વન-ડે શ્રેણીનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રેણીની પ્રથમ વન-ડે મેચ આજે બપોરે 2:00 વાગ્યાથી તિરુવનંતપુરમના પ્રખ્યાત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ઘરઆંગણે વિજય મેળવીને શ્રેણીમાં સરસાઈ મેળવવા માટે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે.
આજની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા એક્શનમાં જોવા મળશે, જેમના પર પ્રશાસકોની વિશેષ નજર રહેશે. શુભમન ગિલના નેતૃત્વમાં રમાઈ રહેલી આ શ્રેણીમાં રોહિત-કોહલી ઉપરાંત કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમનો હિસ્સો છે. ભારતીય ટીમ આ શ્રેણી દ્વારા આગામી સમયના 50 ઓવરના વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવાના આશયથી ઉતરશે.
આ વન ડે શ્રેણીમા ભારતના કેટલાક ખેલાડીઓ મેચનો હિસ્સો નથી. શ્રેયશ ઐયર, બુમરાહ અને અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર જેવા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહ્યાં છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ શાઈ હોપના કેપ્ટનપદ હેઠળ મજબૂત દેખાવ કરવા માટે તૈયાર છે. ત્યારે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0 ની અગ્રતા મેળવવા માટે બંને ટીમો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળશે.
