ભારત આવતા વર્ષે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ- 2025ની યજમાની કરશે
Live TV
-
ભારત આવતા વર્ષે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2025નું આયોજન કરશે. વર્લ્ડ પેરા એથ્લેટીક્સે ગઈ કાલે જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપ ભારતમાં પ્રથમ વખત રમાઈ રહી છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
આ 12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે અને ચોથી વખત એશિયામાં યોજાઈ રહી છે. નવી દિલ્હી પહેલા, તે 2015માં દોહા, 2019માં દુબઈ અને 2024માં કોબેમાં યોજાઈ હતી.
આ ઉપરાંત, આવતા વર્ષે 11થી 13 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસનું પણ આયોજન કરવામાં આવશે.
