ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર
Live TV
-
ઈંગ્લેન્ડે વિશાખાપટ્ટનમમાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે ગુરુવારે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત જેક લીચના સ્થાને સ્પિનર શોએબ બશીરને તક મળી છે, જે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે.
આ સિવાય ફાસ્ટ બોલર માર્ક વુડની જગ્યાએ અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લિશ ટીમે ત્રણ સ્પિનર ખેલાડીઓની રણનીતિ ચાલુ રાખી છે.
ટીમમાં ત્રણ સ્પિનરો છે, જેમાં ટોમ હાર્ટલી, રેહાન અહેમદ અને બશીરનો સમાવેશ થાય છે, જેઓ અનુકૂળ પીચ પર ભારતની કસોટી કરશે.
તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચ 28 રને જીત્યા બાદ ઈંગ્લિશ ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છેઃ ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.