Skip to main content
Settings Settings for Dark

મહિલા વિશ્વ કપ: ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કેમ બાંહ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા?

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાઈ રહેલી મહિલા વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં બંને ટીમો ઓસ્ટ્રેલિયાના ક્લબ ક્રિકેટર બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે બાંહ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. 17 વર્ષીય બેનનું મંગળવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ગરદન પર બોલ વાગવાથી બુધવારે નિધન થયું હતું.

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં ગુરુવારે બીજો સેમિફાઇનલ મેચ રમાઈ રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ક્લબ ક્રિકેટર બેન ઓસ્ટિનને શ્રદ્ધાંજલિ આપવા માટે બંને ટીમો બાંહ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી છે.

    17 વર્ષીય બેનને મંગળવારે મેલબોર્ન આઉટર ઈસ્ટના ફર્નટ્રી ગલીમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થઈ હતી. તે એક ટી20 મેચની તૈયારીમાં વ્યસ્ત હતો. આ દરમિયાન સાઈડઆર્મથી ફેંકાયેલો એક બોલ તેની ગરદન પર વાગ્યો તે સમયે ઓસ્ટિને હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ તેમાં 'સ્ટીમ ગાર્ડ' નહોતો. ઈજાગ્રસ્ત બેનને એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ અને ઈન્ટેન્સિવ કેર પેરામેડિક્સ દ્વારા મોનાશ ચિલ્ડ્રન હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં બુધવારે તેનું નિધન થયું. ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબે ગુરુવારે બેનના નિધનના સમાચાર આપ્યા હતા.

    ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબે યુવા ક્રિકેટરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "બેનના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. તેની અસર અમારા ક્રિકેટ સમુદાયના તમામ લોકો પર પડશે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેના પરિવાર, મિત્રો અને બેનને જાણતા તમામ લોકો સાથે છે."

    ટીમ લાઇન-અપ

    આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

    ભારતીય ટીમમાં કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, અમનજોત કૌર, જેમીમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને રેણુકા સિંહને તક આપવામાં આવી છે. ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલના સ્થાને શેફાલી વર્માની વાપસી થઈ છે. હરલીન દેઓલ અને ઉમા છેત્રીના સ્થાને ક્રાંતિ ગૌડ અને રિચા ઘોષનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ઓસ્ટ્રેલિયન ટીમ એલિસા હીલીની કેપ્ટનશીપ હેઠળ ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની, એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, સોફી મોલિન્યુક્સ, કિમ ગાર્થ, અલાના કિંગ અને મેગન શટ સાથે રમી રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં કેપ્ટન એલિસા હીલીની વાપસી ઉપરાંત, સોફી મોલિન્યુક્સને જ્યોર્જિયા વેરહેમના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply