મહિલા હોકીમાં ઓસ્ટ્રેલીયાની 4-2 થી ભારત સામે જીત
Live TV
-
ભારતીય મહિલા હોકી ટીમે ગુરુવારે મેટ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 2-4થી હારી જતા ઓસ્ટ્રેલિયાના પ્રવાસની નિરાશાજનક શરૂઆત કરી હતી. વિશ્વમાં ત્રીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાએ અનુક્રમે 21મી અને 27મી મિનિટમાં નવોદિત આઈસલિંગ ઈટ્રી અને મેડી ફિટ્ઝપેટ્રિકના ગોલ સાથે લીડ મેળવી હતી.
વૈશ્વિક સ્તરે આઠમા ક્રમે રહેલા ભારતે 29મી મિનિટમાં સંગીતા કુમારી અને 40મી મિનિટમાં શર્મિલા દેવી દ્વારા ગોલ કરવામાં સફળ રહ્યો હતો. સીરીઝની બીજી મેચ શનિવારે આ જ સ્થળે રમાવાની છે. આ ઉપરાંત, ભારત હાંગઝોઉ એશિયન ગેમ્સની તૈયારીના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા 'A' સામે બે મેચ રમશે.ભારતીય મહિલા હોકી ટીમ માટે તે નિરાશાજનક શરૂઆત હતી, પરંતુ તેની પાસે ઓસ્ટ્રેલિયા સામેની આગામી મેચોમાં બાઉન્સ બેક કરવાની બીજી તક હશે.
