મહિલા હોકી વિશ્વ કપમાં અંતિમ પૂલ મેચમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે 3-4થી હાર
Live TV
-
મહિલા હોકી વિશ્વ કપમાં અંતિમ પૂલ મેચમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે 3-4થી હાર, ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ માટે ક્રોસ ઓવર મેચમાં સ્પેન સામે 10 જુલાઇના રોજ થશે મુકાબલો
મહિલા હોકી વિશ્વ કપમાં અંતિમ પૂલ મેચમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે 3-4થી હાર થઇ હતી. આ હાર સાથે ભારતનો ક્વાર્ટર ફાઇનલનો માર્ગ કઠિન થઇ ગયો છે. ભારત પોઇન્ટ ટેબલમાં બે અંક સાથે ત્રીજા સ્થાન પર રહ્યું. તેથી હવે ભારત ક્રોસઓવર મેચમાં સ્પેન સામે ટકરાશે અને વિજેતા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવશે. ભારતને પૂલ સ્ટેજમાં ત્રણ મેચમાંથી એક પણ મેચ જીતવામા સફળતા મળી ન હતી. બે મેચ ડ્રો રહી હતી, તો અંતિમ મેચમાં હાર થઇ હતી. ભારતીય મહિલા હોકી ટીમની ચીન અને ઇંગ્લેન્ડ સામેની મેચ 1-1 થી ડ્રો રહી હતી. સ્પેન સામેનો ક્રોસ ઓવર મુકાબલો 10 જુલાઇના રોજ રમાશે અને મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.
