Skip to main content
Settings Settings for Dark

માનસી લાઠરે સ્લોવાકિયામાં અંડર-20 વિશ્વ કુશ્તિ ચેમ્પિયનશિપમાં રજત પદક જીત્યું

Live TV

X
  • સ્લોવાકિયામાં યોજાઈ રહેલી અંડર-20 વિશ્વ કુશ્તિ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ વધુ ત્રણ પદક જીત્યા છે. માનસી લાઠરે રજત પદક જ્યારે તન્વી ગુંદેશ મગદુમ અને કોમલે કાંસ્ય પદક મેળવ્યા છે. માનસીએ 68 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ચીનની ચેનલિંગ સોંગ સામે કાંટાની ટક્કરમાં 1-2થી હાર્યા બાદ રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

    તન્વીએ 57 કિલોગ્રામ વજન વર્ગમાં કેનેડાની એગ્નિયા ક્રાકોવસ્કાને 10-4થી હરાવી હતી, જ્યારે કોમલે 59 કિલોગ્રામ વજન વર્ગમાં હંગેરીની એડા બાલાઝને 5-2થી હરાવીને કાંસ્ય પદક જીત્યો હતો. આ પહેલાં શુક્રવારે કાજલ ધોચકે મહિલાઓના 76 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ પદક જીત્યું હતું, જ્યારે તનુ શર્મા અને સવિતાએ પોતાના-પોતાના વજન વર્ગમાં રજત પદક મેળવ્યા હતા.

    18 વર્ષની કાજલે 76 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ચીનની જિંગરુ સનને 7-0થી હરાવીને વિશ્વ ખિતાબ પોતાના નામે કર્યો હતો. 72 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં તનુએ જાપાનની ચિસાતો યોશિદાને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ 3-5થી હારતાં તેને રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

    સવિતાને પણ 62 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં જાપાનની સાકુરા ઓનિશી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે 2-12થી હારનો સામનો કરવો પડ્યો હતો અને તેણે રજત પદક મેળવ્યો હતો. સ્પર્ધા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે ત્યારે ભારતીય દળ પુરુષોની ફ્રીસ્ટાઇલ સ્પર્ધાના બાકી રહેલા 57 કિલોગ્રામ, 65 કિલોગ્રામ, 79 કિલોગ્રામ અને 92 કિલોગ્રામ વજન વર્ગોમાં પણ ભાગ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply