Skip to main content
Settings Settings for Dark

યુસૈન બોલ્ટ આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

Live TV

X
  • ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ, બુધવારે ઓલિમ્પિક લિજેન્ડ યુસૈન બોલ્ટને, આગામી આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. જે 1થી 29 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાશે.

    બોલ્ટે રિયો ઓલિમ્પિક ગેમ્સ 2016માં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતીને, ઈતિહાસ રચ્યો હતો. વિશ્વવ્યાપી સ્ટારડમ તરફની તેની સફર 2008 માં બીજિંગમાં ઓલિમ્પિક ગેમ્સમાં શરૂ થઈ. જ્યાં તેણે 100 મીટર, 200 મીટર અને 4x100 મીટરની દોડ બધા વિશ્વ રેકોર્ડ સમયમાં જીતી.

    બોલ્ટ હાલમાં 100 મીટર, 200 મીટર અને 4x100 મીટરમાં અનુક્રમે 9.58 સેકન્ડ, 19.19 સેકન્ડ અને 36.84 સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેનો પ્રથમ વિશ્વ રેકોર્ડ 2008માં 100 મીટરમાં હતો જ્યારે તેણે ન્યૂયોર્કમાં 9.72 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે બીજિંગમાં 2008 ઓલિમ્પિક ગેમ્સમાં તેને 9.69 સેકન્ડ સુધી ઘટાડી અને પછી બર્લિનમાં 2009 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને 9.58 સેકન્ડ સુધી કરી દીધો હતો.

    પોતાની નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં બોલ્ટે આઈસીસીને કહ્યું હતું કે, "હું આગામી આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપ માટે એમ્બેસેડર બનવા માટે રોમાંચિત છું. હું કેરેબિયનથી આવું છું જ્યાં ક્રિકેટ જીવનનો એક ભાગ છે, રમત છે. હું હંમેશા વિશ્વ કપમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોમાં ભાગ લેવા અને વૈશ્વિક સ્તરે ક્રિકેટના વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્સુક છું.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply