Skip to main content
Settings Settings for Dark

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSF) કન્ક્લેવ 2026ની અધ્યક્ષતા કરી

Live TV

X
  • "કોઈપણ ખેલાડી સાથે ક્યારેય અન્યાય થવો જોઈએ નહીં": ડૉ. માંડવિયા

    "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને રમતના મેદાન પર રાખવાની અને દેશમાં મજબૂત લીગ સંસ્કૃતિનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે": શ્રી ડૉ. માંડવિયા
     

    પોસ્ટેડ ઓન: 07 AUG 2026 5:33PM by PIB Ahmedabad

    કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSF) કન્ક્લેવ 2026ની અધ્યક્ષતા કરી હતી, જેમાં યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (NSFs) ના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

    આ કોન્ક્લેવમાં રમતગમત શાસનને મજબૂત બનાવવા, રમતવીરોના કલ્યાણને વધારવા અને આગામી મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

    આ કન્ક્લેવમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ, 2025 હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સનું કમ્પ્લાયન્સ સ્ટેટસ, રમતગમત સંસ્થાઓમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ અને એશિયન ગેમ્સ 2026, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 તથા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે NSFs ની સજ્જતા પર વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

    સભાને સંબોધતા ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત ઇકોસિસ્ટમમાં દરેક હિતધારકો માટે રમતવીરોના હિત અને કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહેવા જોઈએ.

    તેમણે કહ્યું, "કોઈપણ ખેલાડી પર ક્યારેય અન્યાય ન થાય તે સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. અન્યાય અસંખ્ય સ્વરૂપો લઈ શકે છે, અને જ્યાં પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં આપણે તેને દૂર કરવી જોઈએ."

    ખેલાડીની પસંદગી પ્રક્રિયાઓમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે આહ્વાન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સિલેક્શન ટ્રાયલ્સ ન્યાયી અને જવાબદારીપૂર્વક યોજવા જોઈએ.

    ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "ઓપન સિલેક્શન ટ્રાયલ્સ નિરીક્ષકોની હાજરીમાં કેમેરા પર રેકોર્ડ થવા જોઈએ. પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા સાથે બિલકુલ બાંધછોડ થવી જોઈએ નહીં."

    ભારતીય રમતગમત માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ કહ્યું, "પ્રધાનમંત્રીએ સતત એથલીટોને રમત પ્રત્યે સક્રિય રાખવા અને દેશમાં મજબૂત લીગ સંસ્કૃતિ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. દરેક નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશને સમગ્ર વર્ષ દરમિયાન એથલીટો માટે વધુ સ્પર્ધાત્મક તકો ઊભી કરવા દિશામાં કામ કરવું જોઈએ."

    કેન્દ્રીય મંત્રીએ ભારતીય રમતગમતમાંથી ડોપિંગને નાબૂદ કરવા માટે એક વ્યાપક વ્યૂહરચનાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. હાલનું માળખું મજબૂત કરવાની જરૂર છે તે બાબત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે સરકાર એન્ટી-ડોપિંગ ઇકોસિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે સુધારા પર કામ કરી રહી છે.

    તેમણે કહ્યું, "આપણે ભેગા મળીને ડોપિંગના દૂષણનો સામનો કરવો જ જોઇએ. માત્ર ખેલાડીઓ સામે કાર્યવાહી કરવી પૂરતી નથી. ઉત્પાદકો અને સપ્લાયર્સથી લઈને ફેસિલિટેટર્સ અને યુઝર્સ સુધીની સમગ્ર શ્રૃંખલાને ઓળખીને પારદર્શક અને મજબૂત વ્યવસ્થા દ્વારા તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. તો જ આપણે રમતગમતમાંથી ડોપિંગને અસરકારક રીતે નાબૂદ કરી શકીશું."

    ડૉ. માંડવિયાએ મજબૂત સ્વદેશી કોચિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા અને વિદેશી કોચ પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવાના મહત્વ પર વધુ ભાર મૂક્યો હતો.

    તેમણે કહ્યું, "આપણે ગુણવત્તાયુક્ત ભારતીય કોચનો ભંડાર બનાવવાની જરૂર છે. એથલીટોને તાલીમ આપવાની સાથે, આપણે આપણા કોચને શ્રેષ્ઠ તકો અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપીને તાલીમ આપવામાં સમાન રીતે રોકાણ કરવું જોઈએ. સારી રીતે પ્રશિક્ષિત કોચ આખરે દેશ માટે વિશ્વસ્તરીય એથલીટો તૈયાર કરશે."

    કેન્દ્રીય રમતગમત મંત્રીએ શાસનના ધોરણોને મજબૂત કરવા, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ, 2025નું પાલન સુનિશ્ચિત કરવા અને એશિયન ગેમ્સ 2026, લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 તથા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની તૈયારીઓને વધારવા માટે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ સાથે મળીને કામ કરવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
apply