રાંચી : ભારતીય મહિલા હોકી ટીમે હોકી ઓલિમ્પિક 2024 ના બીજા પૂલ બીમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું
Live TV
-
હોકીમાં ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે ઝારખંડના રાંચીમાં મરાંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે FIH હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર 2024 ની તેમની બીજી પૂલ B મેચમાં ન્યુઝીલેન્ડને 3-1 થી હરાવ્યું હતું.
આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમની પેરિસ 2024 ઓલિમ્પિકમાં રમવાની તકો મજબૂત થઈ ગઈ છે. 8 દેશોની ટૂર્નામેન્ટમાંથી ટોચની ત્રણ હોકી ટીમો આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં ફ્રાન્સમાં યોજાનારી પેરિસ 2024 ઓલિમ્પિકમાં સ્થાન મેળવશે. પૂલ A અને Bમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
ભારત મંગળવારે તેની અંતિમ FIH મહિલા હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર 2024 પૂલ B મેચમાં સૌથી નીચેના સ્થાને રહેલી ઇટાલી સામે રમશે, જ્યારે ન્યુઝીલેન્ડનો સામનો યુએસ સામે થશે, જે છ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.