Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન અને લખનૌ વચ્ચે યોજાયેલી મેચમાં ઘર આંગણે લખનૌને 7 વિકેટે હરાવ્યું

Live TV

X
  • આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ સંજુ સેમસનને આપવામાં આવ્યો

    IPL 2024 ની 44 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ઘરઆંગણે લખનૌને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે રાજસ્થાન સામે 196 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કેએલ રાહુલે 76 રન બનાવ્યા હતા.

    તો રાજસ્થાન ટીમ તરફથી સંજુ સેમસને અડધી સદી ફટકારી હતી. તેના સિવાય ધ્રુવ જુરેલે પણ શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમીને ટીમને આ જીત તરફ દોરી હતી. સંજુ સેમસને વિનિંગ સિક્સર ફટકારીને 6 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ટીમે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે.

    જોકે આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ સંજુ સેમસનને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ સંજુ સેમસન ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે કેએલ રાહુલ (76) અને દીપક (50)ની મદદથી 196 રન બનાવ્યા હતા. તો યશસ્વી અને જોસે રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેન વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી.

    જોકે, બટલર 34 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી યશસ્વી પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હોતો અને 14 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે ટીમની ઇનિંગ સંભાળી અને તેમની શાનદાર ભાગીદારીના આધારે ટીમને 7 વિકેટે જીત અપાવી. આ જીત સાથે રાજસ્થાનના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેણે પ્લેઓફ માટે તેની ટિકિટ મેળવી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply