રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારઃ પાંચ ખેલાડીઓને ખેલ રત્ન, 27 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ અપાશે
Live TV
-
સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, મહિલા હ઼ૉકી ટીમની કેપ્ટન રાની રામપાલ, અને પેરા એથલીટ મરિયપ્પન થંગ વેલુને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે
ભારતના સર્વોચ્ચ ખેલ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, મહિલા હ઼ૉકી ટીમની કેપ્ટન રાની રામપાલ, અને પેરા એથલીટ મરિયપ્પન થંગ વેલુને આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે. રોહિત શર્મા પહેલા માત્ર 3 ભારતીય ક્રિકેટર- સચિન તેંડુલકર, એમ.એસ ધોની, અને વિરાટ કોહલીને આ સન્માન મળી ચૂક્યુ છે. જ્યારે 27 ખેલાડીઓને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
