રાષ્ટ્રીય સ્કૂલ ગેમ્સ 2022-23 ટુર્નામેન્ટમાં ગુજરાતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ, જ્યારે પુરૂષ ટીમે સિલ્વર મેડલ જીત્યા
Live TV
-
રાષ્ટ્રીય સ્કુલ ગેમ્સ 2022-23 ટુર્નામેન્ટમાં ગુજરાતની મહિલા ટીમને ગોલ્ડ મેડલ, જ્યારે પુરૂષ ટીમને સિલ્વર મેડલ મળ્યા છે. આ ટુર્નામેન્ટ દિલ્હી ખાતે યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં અંડર-19ની ગુજરાતની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં અંતિમ રાઉન્ડમાં કર્ણાટકને હરાવીને 6 માંથી 4 પોઇન્ટ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગોલ્ડમેડલ જીતનારી મહિલા ટીમમાં ધ્યાના પટેલ દરેક રાઉન્ડમાં વિજયી રહી 6 પોઇન્ટ હાંસલ કર્યા હતા. આ ટીમમાં ફલક જોની નાઇક, આશિતા જૈન, નવ્યા સોની, અને ગરવી શાહ સામેલ હતા. તો પુરૂષ અંડર-19 ટીમમાં સારૂ પ્રદર્શન કરતાં અંતિમ રાઉન્ડમાં પોંડીચેરીની ટીમને હરાવી 6 માંથી પાંચ પોઇન્ટ મેળવી સિલ્વર મેડલ જીત્યો છે. આ પુરુષ ટીમમાં દેવર્ષ, જીહાન શાહ, વંશ, ક્રિશ તન્ના અને જેશ સામેલ હતા.
