રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીએ જીત્યો પુરૂષ યુગલ ખિતાબ, ફાઈનલમાં ક્રોએશિયા-અમેરિકાની પુરૂષ જોડીને આપી મ્હાત
Live TV
-
ટેનિસ ટૂર્નામેન્ટ મિયામી ઓપનનો ખિતાબ ભારતના રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રિલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે જીતી લીધો છે. શનિવારની મોડી રાત્રિએ રમાયેલી ફાઈનલ મેચમાં રોહન-એબ્ડેનની જોડીએ ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઑસ્ટિન ક્રાજિસેકની જોડીને 6-7, 6-3, 10-6ના માર્જિનથી હરાવી હતી. બોપન્ના પહેલીવાર મિયામી ઓપનના ફાઈનલમાં પહોંચ્યા હતા અને વિજેતા બનાવામાં પણ સફળ રહ્યા.
