લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પછાડીને વિશ્વનો નંબર વન T20 બોલર બન્યો
Live TV
-
ભારતીય ક્રિકેટર રવિ બિશ્નોઈ ICC T-20 રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર બની ગયો છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. ICCએ બુધવારે તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે.
બિશ્નોઈ 699 માર્કસ સાથે ટોપ પર પહોંચ્યા છે. જ્યારે રાશિદ ખાન 692 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા 679 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આદિલ રાશિદ ચોથા સ્થાને પહોંચી ગયો છે. બેટિંગ રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવ ટોપ પર છે. સૂર્યા સાથે ઋતુરાજ ગાયકવાડ પણ ટોપ-10માં સામેલ છે.
બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા સામે ફાયદો મળ્યો
રવિ બિશ્નોઈને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T-20 શ્રેણીનો ફાયદો થયો છે. તેણે પાંચ મેચની શ્રેણીમાં 9 વિકેટ ઝડપી હતી. બિશ્નોઈ સિવાય ટી20 બોલિંગ રેન્કિંગમાં અન્ય કોઈ ભારતીય સામેલ નથી. 23 વર્ષીય રવિ બિશ્નોઈ ભારત માટે અત્યાર સુધીમાં 1 ODI અને 21 T-20 મેચ રમી ચૂક્યો છે. રવિએ વન-ડે ઈન્ટરનેશનલમાં 1 વિકેટ અને T-20 ઈન્ટરનેશનલમાં 34 વિકેટ લીધી છે.