Skip to main content
Settings Settings for Dark

લોર્ડ્સ ટેસ્ટ રોમાંચક વળાંક પર: ભારતને જીતવા માટે 135 રનની જરૂર

Live TV

X
  • લોર્ડ્સ ટેસ્ટ રોમાંચક વળાંક પર: ભારતને જીતવા માટે 135 રનની જરૂર

    લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં મેચ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે હજુ 135 રનની જરૂર છે જ્યારે તેની 6 વિકેટ બાકી છે.

    ઈંગ્લેન્ડનો બીજો દાવ ત્રીજા દિવસે 192 રનમાં તૂટી ગયો, જેના કારણે ભારતને જીત માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં, ભારતીય ટીમની શરૂઆત નબળી પડી ગઈ. યશસ્વી જયસ્વાલ ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા, જ્યારે કરુણ નાયર 14 રન અને કેપ્ટન શુભમન ગિલ માત્ર 6 રન બનાવી શક્યા. નાઈટ વોચમેન આકાશદીપને ચોથી વિકેટ તરીકે મોકલવામાં આવ્યો, જે 10 બોલ સુધી ટકી રહ્યા બાદ બેન સ્ટોક્સ દ્વારા ક્લીન બોલ્ડ થયા.

    રમતના અંતે, કેએલ રાહુલ 33 રન બનાવી અણનમ છે. હવે ભારતને જીત અપાવવાની જવાબદારી રાહુલ અને નવા બેટ્સમેન ઋષભ પંતના ખભા પર રહેશે.

    હવે મેચના અંતિમ દિવસ બાકી છે, જ્યાં ભારતને 135 રન બનાવવાના છે અને તેમની પાસે ફક્ત 6 વિકેટ બાકી છે. પીચની સ્થિતિ જોતાં, બેટિંગ મુશ્કેલ બની રહી છે, તેથી ભારતને કેએલ રાહુલ અને મધ્યમ ક્રમના બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે. બાકીના મુખ્ય બેટ્સમેનોમાં ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply