Skip to main content
Settings Settings for Dark

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, સોશિયલ મીડિયા પર આપી માહિતી 

Live TV

X
  • રમતના લાંબા ફોર્મેટમાં વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની માહિતી આપી.

    ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જેનાથી રમતના લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. હવે તે ફક્ત વનડેમાં જ રમશે. તેમની નિવૃત્તિ સાથે, ટેસ્ટ ફોર્મેટમાંથી ભારતીય અનુભવી ખેલાડીઓની વિદાય ચાલુ છે. રવિચંદ્રન અશ્વિન (ડિસેમ્બરમાં) અને રોહિત શર્મા (ગયા અઠવાડિયે) પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

    છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો 

    36 વર્ષીય વિરાટ કોહલી છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. જ્યાં ભારતને 5 મેચની શ્રેણીમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ શ્રેણીની પહેલી મેચ એટલે કે પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો. કોહલીનો નિવૃત્તિનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પસંદગીકારો આવતા મહિને ઇંગ્લેન્ડમાં યોજાનારી 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે થોડા દિવસોમાં ટીમની પસંદગી કરવાના હતા. ઉલ્લેખનીય છે કે, કોહલીએ ગયા વર્ષે જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 

    વિરાટ કોહલીએ ક્યારે ડેબ્યૂ કર્યું હતું ?

    વિરાટ કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોહલીએ પહેલી ઇનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેમની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા. કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા હતા. કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.

    વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

    વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતાં લખ્યું કે, "ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર જ્યારે બ્લૂ જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. વ્હાઇટ જર્સીમાં રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ રહ્યો છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે.

    કોહલીએ આગળ કહ્યું કે, 'જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી - પણ તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું અને તેણે મને મારી અપેક્ષા કરતાં પણ વધુ આપ્યું છે. હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને ટેકો આપનારા દરેક વ્યક્તિ માટે કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે વિદાય લઈ રહ્યો છું. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
apply