વિશ્વકપ ફુટબોલ સ્પર્ધામાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કો અને સ્પેન વચ્ચે થશે મુકાબલો
Live TV
-
કતારમાં ફીફા વિશ્વકપ ફુટબોલ રમાઈ રહી છે. ફીફા ચેમ્પિયન ફ્રાન્સે 3-1થી પોલેન્ડને હરાવીને ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સની ટક્કર સેનેગલ અને ઈંગ્લેન્ડની મેચની વિજેતા ટીમ સામે થશે. તો અંતિમ 16ના રાઉન્ડમાં જાપાનને ક્રોએશિયાએ પેનલ્ટી શૂટ આઉટમાં જાપાનને 3-1થી હરાવ્યું હતુ, તો બ્રાઝીલે કોરિયાને 4-1 થી હરાવ્યું હતું. હવે ક્રોએશિયા અને બ્રાઝીલ વચ્ચે ક્વાટર ફાઇનલની મેચ રમાશે. આ સાથે આજે મોરક્કો અને સ્પેન વચ્ચે અને સ્વીઝરલેન્ડ અને પોર્ટુગલ વચ્ચે અંતિમ 16માં સ્થાન મેળવવા માટે મેચ રમાડવામાં આવશે.
