Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાએ બીજી વન-ડેમાં ભારતને 32 રને હરાવ્યું, 6 વિકેટ લેનાર જેફરી વૅન્ડરસે 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા

Live TV

X
  • ભારતનો યજમાન શ્રીલંકા સામે રવિવારે બીજી વન-ડેમાં 32 રનથી પરાજય થયો હતો. શ્રીલંકા 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ મૅચ ટાઇ થઈ હતી અને હવે છેલ્લી મૅચ જે બુધવારે રમાશે એ જીતીને ભારતે શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવી જ પડશે.

    ભારતને જીતવા 241 રનનો સાધારણ છતાં પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. 34 વર્ષના લેગ-સ્પિનર જેફરી વૅન્ડરસે (10-0-33-6) સામે ભારતની બૅટિંગ લાઇન-અપ ઝૂકી પડી હતી. પહેલી તમામ છ વિકેટ તેણે લીધી હતી.

    કૅપ્ટન રોહિત શર્મા (64 રન, 44 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર), અક્ષર પટેલ (44 રન, 44 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સિવાય બીજો કોઈ બૅટર સારું નહોતો રમ્યો. વાઇસ કૅપ્ટન શુભમન ગિલે 35 રન 44 બૉલમાં બનાવ્યા હતા. તેની અને રોહિત વચ્ચે 97 રનની ભાગીદારી થઈ હતી, પણ તેઓ બન્ને થોડા રનના અંતરે વિકેટ ગુમાવી બેઠા હતા. વિરાટ 14 રન બનાવી શક્યો હતો, જ્યારે શિવમ દુબેનો ઝીરો હતો. શ્રેયસ ઐયર (7) અને કેએલ રાહુલ (0)એ પણ ખૂબ નિરાશ કર્યા હતા. છેલ્લે છેલ્લે વૉશિંગ્ટન સુંદર (15), કુલદીપ (7) અને સિરાજે (4) થોડી લડત આપી હતી, પરંતુ ફરી કૅપ્ટન ચરિથ અસલંકા (શુક્રવારની ટાઇ મૅચની જેમ) ત્રાટક્યો હતો અને તેણે 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply