સાત્વિક-ચિરાગે Swiss Openમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો, ચીનની જોડીને હરાવી
Live TV
-
ભારતની સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્વિસ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીએ ચીનની તાંગ ક્વિઆન અને રેન યૂ શિયાંગની જોડીને હરાવી હતી. સાત્વિક અને ચિરાગે જીનીની જોડીને સીધા સેટમાં 21-19 અને 24-22થી હરાવ્યા હતા. સ્વિસ ઓપન સુપર સિરીઝ 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સ ટાઇટલની ફાઈનલ મેચમાં ભારતીય જોડી શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં હતી.
સાત્વિક-ચિરાગે પહેલી ગેમ 21-19ના નજીકના માર્જિનથી જીતી લીધી હતી. જોકે, ભારતીય જોડીએ અંતમાં 24-22ના માર્જિન સાથે ગેમ જીતીને ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું.
ભારતની આ મેન્સ ડબલ્સ બેડમિન્ટન જોડીએ અગાઉ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે મલેશિયાની ઓંગ યૂ સિન અને ટીઓ ઇ યીની જોડીને હરાવી હતી. વિશ્વની છઠ્ઠા નંબરની ભારતીય પુરુષ ડબલ્સ જોડીએ રોમાંચક સેમિફાઇનલ મુકાબલામાં વિશ્વની આઠમા નંબરની જોડીને 21-19, 17-21, 21-17થી હરાવી હતી.
ભારતીય જોડી માટે આ સિઝનનું પ્રથમ ટાઇટલ હતું. આ જીત સાથે સાત્વિક અને ચિરાગે ગયા અઠવાડિયે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં તેમની હારને ભૂલાવી હતી. આ ભારતીય જોડી માટે કારકિર્દીનું પાંચમું વર્લ્ડ ટૂર ટાઇટલ હતું, તેમણે 2019માં થાઈલેન્ડ ઓપન અને 2018માં હૈદરાબાદ ઓપન, ગયા વર્ષે ઈન્ડિયા ઓપન અને ફ્રેન્ચ ઓપન જીતી હતી. સાત્વિક અને ચિરાગે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
