Skip to main content
Settings Settings for Dark

સેલવાસના રણજિત મહતો બોલવામાં અટકે છે પણ દોડવામાં છે અવ્વલ, 74 કિમી 9 કલાકમાં કાપ્યા

Live TV

X
  • કોરોનાના કહેર વચ્ચે માનસિક આઘાત અને હતાશાના માહોલમા કઈ કેટલાયે લોકો તનાવનો શિકાર થઇ રહ્યા છે ત્યારે, વિપદની આ વેળાને અવસરમાં પલટીને સ્વર્ણ ભવિષ્ય માટે માનસિક અને શારીરિક સજ્જતા કેળવતા કેટલાક વિરલાઓ પણ, આપણી આસપાસ નજર કરતા મળી આવે છે.

    આવી જ કહાની મુળ સીતામઢી પણ કર્મભૂમિ સેલવાસને બનાવી રહેતા મહતો પરિવારના રજીત મહતોની છે. જન્મથી જ બોલવાની તકલીફ ધરાવતો રજીત અટકી ,અટકી બોલે છે પણ એના પગમાં જાણે ગિયર લગાવેલા હોય એમ દોડે છે.

    બચપણથી જ એથ્લેટ બનવાના સ્વપ્નો જોતા રજીતે પોતાની અથાગ મહેનત અને દૃઢનિશ્ચય તેમજ પરિવારના સહકાર વડે દોડવીર તરીકે નામના મેળવી છે. પ્રાદેશિક ધોરણે દોડ આયોજનમાં ભાગ લઈ દેશના વિભિન્ન વિસ્તારો, દિલ્હી, મુંબઈ, બરોડા, નાસિકમાં યોજાતી મેરેથોનમાં ભાગ લઈ ત્યાં દોડનારા નામાંકિત દોડવીરમાંથી અનુભવ અને પ્રેરણા મેળવી નિયમિત દોડ સ્પર્ધા માં જોડાયા.

    દોડવીર રણજીતે આઝાદી દિવસની ઉજવણી અનોખી રીતે કરવાનો મનસૂબો સેવ્યો હતો. એમાં એમની મદદે ઇન્ડિયન ફ્લેગ રનર્સ અને ભતીન્ડા રનર ક્લબ આવી.જેમણે દેશની આઝાદીની 74 મી વર્ષગાંઠ 15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર સેનાનીઓના સન્માનર્થે 74 દોડવીર હાથમાં તિરંગો લઇ 74 કિલોમીટર દોડી નવો કીર્તિમાન બનાવી એ સ્વાતંત્ર્ય સેનનીઓને યાદગાર ભેટ આપવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 74 પેયકી સેલવાસથી દોડવીર તરીકે રણજિત મહંતોની પસંદગી થઇ હતી. જેમને આ 74 કિલોમીટરનું અંતર 9 કલાકમાં સફળતાપૂર્વક દોડ પૂર્ણ કરી હતી.

    આ અવસરે આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુનાઇટેડ કિંગડમે દોડવીર રણજિતની ઉપલબ્ધીઓની નોંધ લઈ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવરલું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply