સ્પેશ્યલ ઓલિમ્પિક વિશ્વ રમતોત્સવમાં ભારતે 157 ચંદ્રકો મેળવ્યા
Live TV
-
જર્મનીના બર્લિનમાં યોજાયેલા સ્પેશ્યલ ઓલિમ્પિક વિશ્વ રમતોત્સવમાં ભારતે 66 સુવર્ણ, 50 રજત અને 41 કાંસ્યચંદ્રકો સાથે કુલ 157 ચંદ્રકો મેળવ્યા છે. રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભારતના અરાયણ અને દિપેને સુવર્ણચંદ્રક જીતી લીધા છે. અરાયણે 300 મીટરમાં જયારે દીપેને 1 હજાર મીટરની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. તેવી જ રીતે ભારતીય પુરૂષ બાસ્કેટ બોલ ટીમે પોર્ટુગલને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. જયારે મહિલાટીમે યુએઇને પરાજય આપીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. ટેનીસમાં ભારતના સ્વરાજસિંહે રજતચંદ્રક જીત્યો છે. હેન્ડબોલ સ્પર્ધામાં ભારતીય મહિલાટીમે અઝરબૈઝાનને હરાવી રજતચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં 16 જેટલી રમતોમાં ભારતના 198 ખેલાડીઓએ ભાગ લીધો હતો.