Skip to main content
Settings Settings for Dark

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેબલ ટેનિસ માટે રાષ્ટ્રીય કોચિંગ શિબિરને આપી મંજૂરી

Live TV

X
  • 18 લાખ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેબલ ટેનિસ રમતના રાષ્ટ્રીય કોચિંગ શિબિરને મંજૂરી આપી છે જેનું આયોજન આવનારી 28 ઓક્ટોબરથી થશે.

    સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટેબલ ટેનિસ માટે રાષ્ટ્રીય કોચિંગ શિબિરને મંજૂરી આપી છે. આ શિબિર 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 ડિસેમ્બર સુધી ચાલશે. સોનીપતની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે ભારતના ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા 11 ખેલાડીઓ અને ચાર સહાયક સ્ટાફ સાથે ત્યાં જ આ શિબિરનું આયોજન થશે. આશરે 18 લાખ રૂપિયાના ખર્ચે આ શિબિરને મંજૂરી આપવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રમતગમતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે, સ્થાપવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું શિબિરમાં પાલન કરવામાં આવશે. દેશમાં કોરોના મહામારીના કારણે લગાવામાં આવેલા લોકડાઉન પછી ટેબલ ટેનિસની આ પહેલી રાષ્ટ્રીય સ્તરીય શિબિર હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply