146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ગઈકાલે શ્રીલંકા-બાંગ્લાદેશની મેચમાં ટાઈમ આઉટની ઘટના બની
Live TV
-
146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ગઈકાલે શ્રીલંકા-બાંગ્લાદેશની મેચમાં ટાઈમ આઉટની ઘટના બની હતી. શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યુઝને સમયસર ક્રિઝ પર ન પહોંચવા બદલ બાંગ્લાદેશની ટીમની અપીલ બાદ ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો.
જે બાદ રોષે ભરાયેલા એન્જેલો મેથ્યુઝે કહ્યું હતું કે"હું 15 વર્ષથી રમી રહ્યો છું, મેં ક્યારેય કોઈ ટીમને આ સ્તરે જતી જોઈ નથી. તે શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ માટે શરમજનક બાબત હતી..મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે. મેથ્યુઝે વધુમાં જણાવ્યું કે હેલ્મેટ તૂટી ગયા પછી પણ હજુ પાંચ સેકન્ડ બાકી હતી.
અમે તેના પુરાવાના વિડીયો જલ્દી જ તમને બતાવશું. તો આ તરફ શાકિબ ઉલ હસનનું પહેલું રિએક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો આ નિયમ છે તો મને એમ કરવામાં કોઈ આપત્તિ નથી. ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે નિર્ણય લેવાનો હતો. યોગ્ય કે ખોટો, ચર્ચા થશે પરંતુ જો આ નિયમોમાં છે તો મને તે અવસરને લેવામાં કોઈ આપત્તિ થઈ ન હતી.
