192 મેચ રમનારી વિશ્વની પહેલી મહિલા ખેલાડી બની મિતાલી રાજ
Live TV
-
મહિલા ટીમ ઇન્ડિનાની વન ડે ટીમ કેપ્નટ મિતાલી રાજે ક્રિકેટ વિશ્વમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે.
મહિલા ટીમ ઇન્ડિનાની વન ડે ટીમ કેપ્નટ મિતાલી રાજે ક્રિકેટ વિશ્વમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. શુક્રવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વન ડે મેચમાં ઉતરતાની સાથે જ મિતાલી રાજે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તે મહિલા ક્રિકેટમાં પહેલી ખેલાડી બની ગઇ જેનાં કારણે 192 વન ડે મેચ રમ્યા છે. વર્લ્ડ ક્રિકેટ એટલીમેચ અત્યાર સુધી કોઇ મહિલા નથી રમી શકી. 35 વર્ષીય મિતાલી રાજે પોતાની પહેલી વન ડે મેચ 26 જૂન, 1999નાં રોજ રમી હતી.
મિતાલી અત્યાર સુધી એટલી મેચોમાં 6295 રન બનાવી ચુકી છે. જેમાં 6 સદી અને 49 અર્ધ સદી છે. તે ઉપરાંત તે 10 ટેસ્ટ મેચ અને 72 ટી 20 મેચ રમી ચુકી છે. તેની પહેલા સૌથી વધારે વન ડે મેચ રમવાનો રેકોર્ડ ચારલોટ એડવર્ડ્સનાં નામે હતો. મિતાલી રાજ વનડે મેચમાં સતત 7 અડધી સદી ફટકારનારી વિશ્વની એક માત્ર મહિલા ખેલાડી છે. અથ્યાર સુધી ટી20માં પણ સતત ચાર અર્ધશતક લગાવનારી વિશ્વની પહેલી બેટ્સમેન બની ચુકી છે. ટી20માં તેણે સતત 63, 73, 54, 76 રન બનાવ્યા છે. તેમાં છેલ્લા બે દાવમાં તો તે આઉટ પણ થઇ નહોતી.