20 ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતનાર રોજર ફેડરરે રમતમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી
Live TV
-
ફેડરરે ગ્રાન્ડસ્લેમ ઉપરાંત 103 કેરિયર ATP ટાઇટલ પણ જીત્યાં છે.
ટેનિસ વિશ્વમાં 20 ગ્રાન્ડસ્લેમ ખિતાબો જીતનાર અને 310 સપ્તાહ સુધી વિશ્વમાં પહેલો ક્રમાંક જાળવી રાખનાર દિગ્ગજ ટેનિસ ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે રમતમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. રોજર ફેડરર આગામી સપ્તાહે લંડનમાં યોજાનાર લેવર કપ બાદ હંમેશા માટે ટેનિસની રમત રમવાની છોડી દેશે. ગુરૂવારે તેમણે સોશિયલ મિડીયા પર એક નોટ પોસ્ટ કરીને તેની જાહેરાત કરી હતી. ફેડરર દુનિયામાં ત્રીજા ક્રમે સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડી છે. તેમણે કારકીર્દી દરમિયાન 20 ગ્રાન્ડસ્લેમ જીત્યાં છે. જેમા 6 ઓસ્ટેલિયન ઓપન, એક ફ્રેન્ચ ઓપન, આઠ વિમ્બલડન અને પાંચ યુ.એસ ઓપનનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પુરૂષ સિંગલમાં ફેડરરે અનેક રેકોર્ડ તોડ્યાં છે. તેમણે ગ્રાન્ડસ્લેમ ઉપરાંત 103 કેરિયર ATP ટાઇટલ પણ જીત્યાં છે.
