Skip to main content
Settings Settings for Dark

2024 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન

Live TV

X
  • 2024 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન

    2024 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવાયા.  ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા પહોંચશે. ટીમ ઈન્ડિયા 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી શૂઆત કરશે. 

    T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ
    રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ,  યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ. 

    રિઝર્વ પ્લેયર- 
    શુભમન ગિલ, ખલીલ અહેમદ, રિંકુ સિંહ, આવેશ ખાન.

    કેનેડા અને અમેરિકા વચ્ચે ઓપનિંગ મેચ
    ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે. સેમિફાઈનલ પહેલાં કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચ સામેલ છે.

    પ્રથમ સેમિફાઈનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઈનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાશે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે.

    ઓપનિંગ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે
    T-20 વર્લ્ડ કપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply