30 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ, સરબજોત સિંહ અને મનુ ભાકરની જોડી પર નજર
Live TV
-
ભારતીય ખેલાડીઓ 30 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં દેશને બીજો મેડલ અપાવવાનો પ્રયાસ કરશે. મંગળવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લેનાર સરબજોત સિંહ અને મનુ ભાકરની જોડી પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. મનુ ભાકરે રવિવારે 10 મીટર એર પિસ્તોલ મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
30 જુલાઈ મંગળવારના રોજ પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે-
પુરૂષોની ટ્રેપ ક્વોલિફિકેશનમાં પૃથ્વીરાજ ટોન્ડાઈમન બપોરે 12:30 વાગ્યે મેદાનમાં ઉતરશે.
મહિલા ટ્રેપ ક્વોલિફિકેશનમાં શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી બપોરે 12.30 વાગ્યાથી ક્વોલિફિકેશન રાઉન્ડ રમશે.
10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં મનુ ભાકર અને સરબજોત સિંહની બ્રોન્ઝ મેડલ મેચ બપોરે 1:00 કલાકે યોજાશે.
બલરાજ પંવાર બપોરે 1:40 વાગ્યે રોઇંગમાં મેન્સ સિંગલ્સ સ્કલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.
હોકીમાં, ભારતનો મુકાબલો 4:45 કલાકે પુરુષોની પૂલ B મેચમાં આયર્લેન્ડ સામે થશે.
તીરંદાજીમાં, મહિલા વ્યક્તિગતમાં અંકિતા ભગતની મેચ, રાઉન્ડ-32 સાંજે 5:14 કલાકે યોજાશે.
ભારતની અન્ય તીરંદાજ, ભજન કૌર, સાંજે 5:27 વાગ્યે મહિલા રિકર્વ વ્યક્તિગતમાં તેની મેચ રમશે.
બેડમિન્ટનમાં, મેન્સ ડબલ્સ ગ્રૂપમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી સાંજે 5:30 વાગ્યે ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન એડ્રિયાન્ટો સામે ટકરાશે.
બેડમિન્ટન મહિલા ડબલ્સ ગ્રુપ સ્ટેજમાં તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની મેચ સાંજે 6:20 કલાકે રમાશે.
બોક્સિંગમાં, પુરુષોની 51 કિગ્રા વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, અમિત પંઘાલ સાંજે 7:16 વાગ્યે ઝામ્બિયાના પેટ્રિક ચિનયેમ્બા સામે ટકરાશે.
બોક્સિંગમાં મહિલાઓની 57 કિગ્રા કેટેગરીમાં જાસ્મીનનો મુકાબલો રાત્રે 9:24 કલાકે બીજા રાઉન્ડમાં ફિલિપાઈન્સની નેસ્ટી પેટ્સિયો સામે થશે.
તીરંદાજીમાં, ધીરજ બોમ્માદેવરાની મેન્સ રિકર્વ વ્યક્તિગત રાઉન્ડ-32માં 10:46 કલાકે મેચ યોજાશે.
મહિલાઓની 54 કિગ્રા વર્ગમાં, પ્રીતિ પવાર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બપોરે 1:22 વાગ્યે કોલંબિયાની યેની માર્સેલા એરિયસ કાસ્ટેનેડા સામે ટકરાશે (બુધવાર, જુલાઈ 31)
