CWG-2018: શ્રેયસી સિંહએ ડબલ ટ્રેપમાં ભારતને અપાવ્યો 12મો ગૉલ્ડ
Live TV
-
શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધામાં શ્રેયસી સિંહે ભારતને 12મો સુવર્ણચંદ્રક અપાવ્યો હતો, તો અંકુર મિત્તલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ અગાઉ પચાસ મીટર પિસ્ટલ ઈવેન્ટમાં શૂટર ઓમ મિથરવાલે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તો અંકુર મિત્તલના મેડલની સાથે જ ભારત કુલ 24 મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.
ભારતે અત્યાર સુધી 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 8 બ્રૉન્ઝમેડળ મેળવ્યા છે.તો આજે ભારતને વધુ મેડલ મળવાની આશા છે. તેની વાત કરીએ તો બૉક્સિંગ ક્વીન મેરિકોમે દેશ માટે મેડલ પાક્કો કરી દીધો છે.મેરિકોમે સેમિફાઈનલમાં શ્રીલંકાની અનુષા દિલરુક્ષીને 5-0થી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.અને આજે 45-48 કિલોગ્રામ વર્ગ જૂથનો ફાઈનલ જંગ છે.દેશવાસીઓને આશા છે મેરિકોમ દેશને ગોલ્ડ મેડલ અપાવશે.તો 10 મીટર શુટિંગમાં ગોલ્ડ મેડલ અપાવનારા જીતુ રાયે 50 મીટર શૂટિંગ ઈવેન્ટમાં નારાજ કર્યા હતા અને મેડલ ચૂકી ગયા હતા.જીતુ રાય 50 મિટર શૂટિંગ ઈવેન્ટમાં 8માં સ્થાને રહ્યા હતા. બેડમિન્ટનમાં સાઈના નેહવાલ, પી.વી.સિંધુ, શ્રીકાંત સહિતના ખેલાડીઓ પાસેથી દેશને મેડલની આશા છે.અને આજે તેમનો મુકાબલો યોજાવાનો છે.