CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો પાંચમો મેડલ
Live TV
-
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલા કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. ભારતીય ખેલાડીઓ સતત દેશ માટે મેડલ જીતી રહ્યા છે. સ્પર્ધાના પાંચમા દિવસે ભારતીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.
PM મોદીએ જ્ઞાનેશ્વરીને પાઠવી શુભેચ્છા
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને જ્ઞાનેશ્વરી યાદવને કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો 2026માં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. સાથે જ કહ્યું કે આ સફળતા વધુ નોંધનીય છે કારણ કે તેણે આ સ્પર્ધામાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા ભારતના યુવાનોને પ્રોત્સાહિત કરે. તેણીને આગળની યાત્રામાં સતત સફળતા મળે તેવી શુભેચ્છા.
જ્ઞાનેશ્વરી યાદવે વેટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યો
22 વર્ષીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) 53 કગ્રા કેટેગરીમાં કુલ 199 કિલો (સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો) વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લાના ભોંડિયા ગામની રહેવાસી જ્ઞાનેશ્વરી હાલ પોલીસમાં અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે.
ભારતે કુલ 5 મેડલ જીત્યા
ગ્લાસ્ગો 2026ની સત્તાવાર મેડલ ટેબલ પોઈન્ટ મુજબ, ભારતે 27 જુલાઈ બપોર સુધીમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ મેળવ્યા છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારત હાલ મેડલ પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે.
