ICC દ્વારા વર્લ્ડ કપ 2023 ના કાર્યક્રમની જાહેરાત, 5 ઓક્ટોબરથી થશે પ્રારંભ
Live TV
-
ભારત અને પાકિસ્તાન 15 ઓકટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેચ રમશે, વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે, 46 દિવસ દરમિયાન ત્રણ નોક આઉટ સહિત કુલ 48 મેચો રમાશે.
આઇસીસી દ્વારા મંગળવારે મુંબઇ ખાતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 46 દિવસ ચાલનારના ક્રિકેટના મહાકુંભની શરૃઆત પાંચમી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે ઇગ્લેન્ડ- ન્યુઝીલેન્ડની મેચ સાથે થશે. જ્યારે ફાઇનલ મેચ 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.તો વર્લ્ડ કપની સૌથી રોમાંચક ગણાતી ભારત પાકિસ્તાનની મેચ પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 15 ઓક્ટોબરના રોજ રમાશે. 46 દિવસ દરમિયાન ત્રણ નોક આઉટ સહિત કુલ 48 મેચો રમાશે. અમદાવાદ, ઉપરાત, હૈદરાબાદ, દિલ્હી, ધર્મશાળા, લખનૌ, પુને ,ચૈન્નાઇ, બેગ્લુરૃ, કોલકતામાં આ મેચ રમાશે. નોંધનીય છે કે ભારત પ્રથમવાર ક્રિકેટ વિશ્વ કપની યજમાની રહ્યું છે. જેને લઇને બીસીસીઆઇએ તૈયારીઓ શરૃ કરી દીઘી છે.