Skip to main content
Settings Settings for Dark

ICC વન-ડે રેન્કિંગ: ગિલ નંબર વન બેટ્સમેન બનવાની નજીક

Live TV

X
  • ICC દ્વારા જાહેર કરાયેલ તાજેતરની વનડે રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ વનડે ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન બનવાની વધુ નજીક પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 80 રનની ઇનિંગ રમનાર ગિલ નંબર વન બનવાથી 12 રેટિંગ પોઇન્ટ પાછળ છે. હાલમાં તે બીજા સ્થાને છે.

    વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન ડેરીલ મિશેલ છે. ભારતના વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાન પાંચમા સ્થાને છે. 

    વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ છઠ્ઠા અને પાકિસ્તાનના બાબર આઝમ સાતમા સ્થાને છે. હોપને એક સ્થાનનો ફાયદો થયો છે, જ્યારે બાબર આઝમને એક સ્થાનનું નુકસાન થયું છે. આયર્લેન્ડના હેરી ટેક્ટર આઠમા, શ્રીલંકાના ચરિથ અસલંકા નવમા અને શ્રીલંકાના કુસલ મેન્ડિસ દસમા સ્થાને છે. મેન્ડિસને 2 સ્થાનનો ફાયદો થયો છે. દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક એક સ્થાન ઉપર ચઢીને 12મા અને ઇંગ્લેન્ડના જો રૂટ 6 સ્થાન ઉપર ચઢીને 13મા સ્થાને આવી ગયા છે. 

    વનડે ફોર્મેટના ટોચના 5 બોલરોમાં પ્રથમ સ્થાને અફઘાનિસ્તાનના રાશિદ ખાન, બીજા સ્થાને પાકિસ્તાનના અબરાર અહમદ, ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ, ચોથા સ્થાને ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને પાંચમા સ્થાને શ્રીલંકાના મહેશ તીક્ષણા છે. ઇંગ્લેન્ડના આદિલ રશીદ છઠ્ઠા, ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનર ત્રણ સ્થાન ઉપર ચઢીને સાતમા સ્થાને છે. ભારતના કુલદીપ યાદવ આઠમા, પાકિસ્તાનના શાહીન આફ્રિદી નવમા અને બાંગ્લાદેશના મેહદી હસન મિરાજ અનુક્રમે આઠમા, નવમા અને દસમા સ્થાને છે. ત્રણેયને 1-1 સ્થાનનું નુકસાન થયું છે. બાંગ્લાદેશના શરિફુલ ઇસ્લામ 6 સ્થાનની છલાંગ લગાવીને 15મા અને વેસ્ટ ઇન્ડીઝના ગુડાકેશ મોતી 6 સ્થાનની છલાંગ લગાવીને 16મા સ્થાને પહોંચી ગયા છે. 

    968 દિવસ પછી વનડે ફોર્મેટમાં કમબેક કરનાર બુમરાહ બોલરોની રેન્કિંગમાં 24મા સ્થાને પહોંચી ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply