IND vs AUS: આજે ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ, ભારતીય ટીમ 7 વિકેટ પર 376 રનથી આગળ
Live TV
-
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 7 વિકેટ પર 376 રનથી આગળ રમશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 7 વિકેટ પર 376 રનથી આગળ રમશે. ઑસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં 219 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 157 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 376 રન કરી લીધા છે. હાલમાં પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્મા ક્રિઝ પર છે.ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંદાનાએ 74 રન, રિચા ઘોષે 52 રન અને જેમિમા રોડ્રિક્સે 73 રન કર્યા છે. દીપ્તિ શર્માએ 70 રન અને પૂજા વસ્ત્રાકરે 33 રન કર્યા છે. કેપ્ટન હરમનપ્રીત કૌર શૂન્ય રને આઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાની બોલિંગની વાત કરીએ તો એશ્લે ગાર્ડનરે સારું પ્રદર્શન કર્યું હતું. ગાર્ડનરે ભારતના 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કિમ ગાર્થા અને જેસ જોનાસેને એક-એક વિકેટ લીધી હતી. ભારતે પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું છે.