IND Vs AUS T20: ભારતે સિરીઝ 2-1થી જીતી
Live TV
-
પ્રવાસી ભારતીય ક્રિકેટ ટિમ અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી અને આખરી T -20 મેચ રમાઈ રહી છે. ત્યારે ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જો કે ભારતની ટીમે 7 વિકેટે 174 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 61 બોલમાં 85 રન બનાવ્યા હતા. ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 12 રનથી હરાવ્યું હતું.
આ પૂર્વે ટોસ જીતીને ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ બેટીંગ માટે ઑસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું હતું. ઓપનર મેથ્યુ વેડ ઝંઝાવાતી રમતનું પ્રદર્શન કરે તે પહેલા જ સાથી ઓપનર અને સુકાની, એરોન ફિન્ચ શૂન્ય, રાણે પેવેલિયન પરત ફર્યો હતો, તો સ્ટીવ સ્મિથ પણ કઈ ખાસ પ્રદર્શન ના કરી શક્યો.
તેમના સ્થાને આવેલા મેક્સવેલે, વેડ સાથે મળીને સ્કોરનું પાટિયું સતત ફેરવ્યું હતું. મેથ્યુ વેડે માત્ર 53 બોલમાં 80 રન ફટકાર્યા. તો મેક્સવેલે, 36 બોલમાં 54 રન ફટકાર્યા હતા. ભારતીય ટિમ તરફથી સફળ બોલર વોશિંગ્ટન સુંદર રહ્યો. જેમણે 4 ઓવર્સમાં 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી .
