Skip to main content
Settings Settings for Dark

IND vs NZ : ચોથી T20માં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય; ટિમ સાઇફર્ટની ફિફ્ટી, શિવમ દુબેની તોફાની બેટિંગ એળે ગઈ

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ભારતનો 50 રને પરાજય થયો છે. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 215 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.4 ઓવરમાં 165 રને ઓલઆઉટ થઈ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન ટિમ સિફર્ટે નોંધાવ્યા હતા, જ્યારે ભારત તરફથી શિવમ દુબેએ રન નોંધાવ્યા હતા. આ સાથે પાંચ ટી20 શ્રેણીની મેચમાં ભારતે 3-1થી આગળ છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની અંતિમ અને પાંચમી મેચ 31મી જાન્યુઆરીએ રમાશે.

    ઓપનર ડેવોન કોનવેએ 23 બોલમાં 24 રન અને વિકેટકીપર બેટર ટિમ સિફર્ટએ 36 બોલમાં સૌથી વધુ 62 રન ફટકાર્યા હતા. રચિન રવીન્દ્ર માત્ર 4 બોલમાં 2 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે ગ્લેન ફિલિપ્સે 16 બોલમાં 24 રન અને માર્ક ચેપમેનએ 8 બોલમાં 9 રન નોંધાવ્યા હતા. મધ્યક્રમમાં ડેરીલ મિશેલે આક્રમક રમત રમતા 18 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 6 બોલમાં 11 રન અને ઝાકરી ફોલ્કેસે 6 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે મેટ હેનરી 3 બોલમાં 6 રન બનાવી અણનમ રહ્યો હતો.

    ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ 8.2 ઓવરમાં 100 રનના સ્કોર પર ડેવોન કોનવેના રૂપમાં પડી હતી. ત્યારબાદ 9.1 ઓવરમાં 103 રન પર રચિન રવીન્દ્ર બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ત્રીજી વિકેટ 12.3 ઓવરમાં 126 રનના સ્કોરે ટિમ સિફર્ટની પડી હતી. ચોથી વિકેટ ગ્લેન ફિલિપ્સની 13.4 ઓવરમાં 137 રનના સ્કોર પર પડી, જ્યારે પાંચમી વિકેટ 15.1 ઓવરમાં 152 રન પર માર્ક ચેપમેનની પડી હતી. ટીમની છઠ્ઠી વિકેટ કેપ્ટન મિશેલ સેન્ટનરના રૂપમાં 16.1 ઓવરમાં 163 રનના સ્કોરે પડી હતી અને અંતે સાતમી વિકેટ ઝાકરી ફોલ્કેસની 17.6 ઓવરમાં 182 રનના સ્કોર પર પડી હતી.

    ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ સૌથી સફળ બોલરો રહ્યા હતા, જેમણે 4 ઓવરમાં અનુક્રમે 33 અને 39 રન આપીને 2-2 મહત્વની વિકેટો ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈને પણ 1-1 સફળતા મળી હતી, જેમાં બુમરાહે 38 રન અને બિશ્નોઈએ 49 રન ખર્ચ્યા હતા. હર્ષિત રાણા એકમાત્ર એવા મુખ્ય બોલર રહ્યા હતા જેમને કોઈ પણ વિકેટ મળી નહોતી. રન આપવાની બાબતમાં હર્ષિત રાણા સૌથી વધુ મોંઘા સાબિત થયા હતા, તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં સૌથી વધુ 54 રન આપ્યા હતા.

    ભારતીય ઈનિંગ્સમાં અભિષેક શર્મા 1 બોલમાં 0 રન બનાવી આઉટ થયો હતો. સંજુ સેમસને 15 બોલમાં 24 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 8 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. રિંકુ સિંહે 30 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે હાર્દિક પંડ્યા 5 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો. શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરતા 23 બોલમાં સૌથી વધુ 65 રન ફટકાર્યા હતા. નીચલા ક્રમમાં હર્ષિત રાણાએ 13 બોલમાં 9 રન, રવિ બિશ્નોઈએ 10 બોલમાં અણનમ 10 રન, અર્શદીપ સિંહે 0 રન, જસપ્રિત બુમરાહે 4 રન અને કુલદીપ યાદવે એક રન નોંધાવ્યા હતા.

    ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે ત્રણ વિકેટ, ઈશ સોઢી અને જેકબ ડફીએ 2-2 વિકેટ, જ્યારે મેટ હેનરી અને ઝાકરી ફોલ્કેસે 1-1 વિકેટ મેળવી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સે 1 ઓવર બોલિંગ કરી હતી પરંતુ તેને કોઈ સફળતા મળી નહોતી.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ત્રણ T20 મેચોમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. શ્રેણીની પ્રથમ મેચ 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં રમાઈ હતી, જેમાં ભારતે 238 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને 190 રનમાં સીમિત રાખી 48 રનથી વિજય મેળવ્યો હતો. બીજી મેચ 23 જાન્યુઆરીએ રાયપુરમાં યોજાઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડે આપેલા 209 રનના લક્ષ્યને ભારતે માત્ર 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું અને 7 વિકેટે જીત મેળવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ ગુવાહાટી ખાતે રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ 153 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટના ભોગે 155 રન બનાવીને 8 વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. જ્યારે આજે 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રહેલી ચોથી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડનો 50 રને વિજય થયો છે. હવે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ તિરુવનંતપુરમમાં 31 જાન્યુઆરીના રોજ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply