IPLની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને-સામને
Live TV
-
KKR અને GT વચ્ચેના મુકાબલામાં અજિંક્ય રહાણે કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સની જવાબદારી શુભમન ગિલના ખભા પર રહેશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 39મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે. જ્યારે રવિવારે રમાયેલી 2 મેચ પૈકીની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત થઈ હતી, ત્યારે બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું.
આ સિઝનમાં ગુજરાતની ટીમ 7 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRનું પ્રદર્શન આ સિઝનમાં એટલું સારું રહ્યું નથી. કોલકાતાની ટીમ 7 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
KKRની સ્કવોડ: ક્વિન્ટન ડી કોક(w), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે(c), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, અનુકુલ રોય, રોવમેન પોવેલ, લુવનિત સિસોદિયા, મોઈન અલી, એનરિક નોર્ટજે, મયંક માર્કન્ડે, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા.
GTની સ્કવોડ: શુભમન ગિલ, સાઈ સુધરસન, ગ્લેન ફિલિપ્સ, કુમાર કુશાગરા, અનુજ રાવત, જોસ બટલર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, નિશાંત સિંધુ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ગેરાલ્ડ કોએત્ઝી, જયંત યાદવ, અરશદ ખાન, કરીમ જનાત, શેરફેન રધરફોર્ડ, મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, ઈશાંત શર્મા, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલવંત ખેજરોલિયા, મોહમ્મદ સિરાજ.